આજના માહિતી વિસ્ફોટના સમયમાં માણસ ચારેબાજુ ઊભરાતી માહિતીમાં એટલો બધો અટવાઈ ગયો છે કે મૌલિક વિચારવાનું તેણે ઓછું કરી નાખ્યું છે અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. તેના બદલે હવે તૈયાર ફોરવર્ડ નો જમાનો છે! આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ તો મોટું થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસશે. એક વિચારહીન સમાજની કલ્પના કેટલી ભયજનક છે! અંગ્રેજી સિવાયની માતૃભાષાના બાળકો આમાં વધુ પરેશાન થાય છે. તેઓ શુદ્ધ અંગ્રેજી બોલવામાં કાચા પડે છે અને માતૃભાષા પરની તેમની હથોટી ગુમાવી બેસે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને અને શિક્ષકોને મૌલિક અને રચનાત્મક લેખન તરફ દોરી જવા માટે વાર્તામેળો વાર્તા લેખન સ્પર્ધા અમારો નમ્ર પ્રયાસ છે.

મિશન : ગુજરાતની બધી સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ, ગુજરાતી માધ્યમની શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ સુધી વાર્તા-મેળો ને લઈ જવી.

વિઝન : દેશભરનાં અને દુનિયાભરનાં ગુજરાતી બોલતાં, સાંભળતાં અને સમજતાં લોકો સુધી વાર્તા-મેળો ને લઈ જવી.

OUR TEAM

દર્શા કિકાણી

દર્શા કિકાણી

B. SC., MBA(IIM-A), LLB, FCS, ACIS ( London)
25 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં ઊંચા હોદ્દા પર કામ કર્યા બાદ ગુજરાતી અને હિન્દી ભાષાઓ શીખવવાના સોફ્ટવેર બનાવવામાં કાર્યરત હતાં. હાલ, વાર્તામેળો અને નોટ-આઉટ @80 જેવાં સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત છે.
શ્વેતલ ગજ્જર

શ્વેતલ ગજ્જર

M.Phil., B.Ed. with Gujarati, Diploma in Linguistics
શિક્ષણ ક્ષેત્રે લાંબો અનુભવ અને વ્યાવસાયિક વ્યસ્તતા છતાં પોતાનો અંગત સમય વાર્તામેળો માટે પ્રેમથી આપી પ્રોજેક્ટને સમૃદ્ધ બનાવે છે.
નંદિની ભાવસાર

નંદિની ભાવસાર

B.Sc., MA(Education), Diploma in Linguistics, Certi. in Proof Reading,
શિક્ષણ ક્ષેત્રે ૧૮ વર્ષનો લાંબો અનુભવ અને વ્યાવસાયિક વ્યસ્તતા છતાં પોતાનો અંગત સમય વાર્તામેળો માટે પ્રેમથી આપી પ્રોજેક્ટને સમૃદ્ધ બનાવે છે.
નીશી શેઠ

નીશી શેઠ

B.Com., Diplo. (Comp.Sc.)
કલા અને શિક્ષણ ક્ષેત્રે અનુભવ અને વ્યાવસાયિક વ્યસ્તતા છતાં પોતાનો અંગત સમય વાર્તામેળો માટે પ્રેમથી આપી પ્રોજેક્ટને સમૃદ્ધ બનાવે છે.
દેવપાલ શાહ

દેવપાલ શાહ

B.Com., Diplo. (Comp.Sc.), Diplo. (Design)
શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ અને વ્યાવસાયિક વ્યસ્તતા છતાં પોતાનો અંગત સમય વાર્તામેળોના ડીઝાઇનના કામ માટે પ્રેમથી આપી પ્રોજેક્ટને સમૃદ્ધ બનાવે છે.