પુણ્ય લક્ષ્મી

જર્જરિત થઈ ગયેલ જૂના પુરાણા મકાનના દરવાજાની નાનકડી તિરાડમાંથી જેમ વહેલી સવારનો તડકો  ઘરમાં પ્રવેશે તેમ મારા ઓરડામાં એ પ્રવેશી. હું પુસ્તક બંદ કરું  ત્યાં તો એ સામે ઊભી હતી. હું અવાક થઇ ગયો. મારી આંખમાં અપ્રતિમ દ્રષ્ટિ આવી હોય એવું લાગ્યું. આજથી સત્યાવીશ વર્ષ પહેલા જેમ એણે મારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. એમ આજે  એ જાણે ફરી ગૃહપ્રવેશ કરી રહી હોય એવી અનુભૂતિથી હું ભરાઈ ગયો. ફરક માત્ર એટલો જ છે કે  સત્યાવીશ વર્ષ પહેલા એ મારા ગામમાં,મારા વતનમાં જે  ઘટના ઘટી હતી તે આજે પરદેશની ભૂમિ પર !  કેટલાય પ્રશ્નો, કેટલીય ફરિયાદો એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી….

ડિજીટલ બૂક

લોકડાઉનના સમયમાં શાળાઓ બંધ હતી. ગણિતનો ઓનલાઈન ક્લાસ પૂરો કરીને દિશા ફેસબૂક જોવા લાગી. ખરેખર તો ઓનલાઈન ક્લાસના બહાને દિશા આખો દિવસ સોશિયલ મીડિયામાં જ વ્યસ્ત રહેતી હતી. દિશા સોશિયલ મીડિયામાં મશગૂલ હતી ત્યાં જ પ્રીતનો ફોન આવ્યો. “હેલ્લો દિશા, તું અત્યારે શું કરે છે ?”…