કીડી અને હાથીના લગ્ન
એક હતી કીડી. એક વખત બહાર ફરતી હતી. એ સમયે કીડીએ જોયું કે એક મોટું જાડું પાડું સુંદર પ્રાણી પસાર થાય છે.કીડી વિચારવા લાગી કે આ કોણ છે, આટલું સુંદર જાડું પાડું? કીડીથી તો રહેવાયું જ નહીં તેણે પૂછ્યું પણ તેનો અવાજ સંભળાય જ નહીં. જેમ પ્રાણી નજીક આવ્યું કે ધરતી ધમ ધમ થવા લાગી. કીડી હીંચકા માં બેઠી હતી અને તે પડી ગઈ.કીડી ફટાફટ ઘરમાં ગઈ અને અંદર જઈને કશુંક શોધવા લાગી, પણ મળ્યું નહીં. પછી કીડી પાછી આવી અને સ્માર્ટફોનમાં એ પ્રાણીનો ફોટો પાડી લીધો. પછી ટીટું કીડી વિચારવા લાગી કે આ છે કોણ? બે-ત્રણ દિવસ વિચાર્યું પણ તેને ખબર ના પડી…