પાત્રો : હાથી, કીડી (ટીટું), ચૂટકી, પેરી

એક હતી કીડી એક વખત બહાર ફરતી હતી. એ સમયે કીડીએ જોયું કે એક મોટું જાડું પાડું સુંદર પ્રાણી પસાર થાય છે.કીડી વિચારવા લાગી કે આ કોણ છે, આટલું સુંદર જાડું  પાડું?

કીડીથી તો રહેવાયું જ નહીં તેણે પૂછ્યું પણ તેનો અવાજ સંભળાય જ નહીં. જેમ પ્રાણી નજીક આવ્યું કે ધરતી ધમ ધમ થવા લાગી. કીડીહીંચકા માં બેઠી હતી અને તે પડી ગઈ.કીડી ફટાફટ ઘરમાં ગઈ અને અંદર જઈને કશુંક શોધવા લાગી, પણ મળ્યું નહીં. પછી કીડી પાછી આવી અને સ્માર્ટફોનમાં એ પ્રાણીનો ફોટો પાડી લીધો. પછી ટીટું કીડી વિચારવા લાગી કે આ છે કોણ? બે-ત્રણ દિવસ વિચાર્યું પણ તેને ખબર ના પડી.

પછી તેને વિચાર આવ્યો કે આવડું મોટું શહેર છે તો કદાચ ભગવાન હોઈ શકે. શું એ સાથે ભગવાન છે તો મારા જેવી નાની ટીટુંની પ્રાર્થના સાંભળશે?

ટીટું આ બધા જ પ્રશ્નોના જવાબ લેવા માટે ચૂટકીના ઘરે જાય છે. ચૂટકી તેની સખી હતી. ટીટું થોડી જ વારમાં ઘરે પહોંચી જાય છે. ત્યાં જઈને ચૂટકીને શોધે છે ચૂટકી…. ચૂટકી…… ક્યાં છે તું? ટીટું ચૂટકી ને ઘણું શોધે  છે પણ એ નથી મળતી તો ચૂટકીને whatsappમાં મેસેજ કરીને પૂછે છે કે,” તું ક્યાં ગઈ છે?”

થોડા સમય પછી ચૂટકીએ મેસેજ જોયો. ચૂટકીએ કહ્યું કે, થોડીવાર શાંતિ રાખ. હું હોટલમાં જમવા આવી છું થોડીવારમાં આવું છું.ટીટું કહે છે ‘હું તારા ઘરે આવી છું તું જલ્દી આવજે રાહ જોવ છું.’

ચૂટકી કહે છે,’આવું જ છું હું  રસ્તામાં છું. પણ મારી સ્કૂટીનું ટાયર પંચર થઈ ગયું છે, તો તું મને લેવા આવને !’

પછી ટીટું ચૂટકી ને લેવા જાય છે. બંને ઘેર આવે છે અને પછી ટીટુંચૂટકીને કહે છે કે, મેં બે-ત્રણ દિવસ પહેલાં એક મોટું કદાવર પ્રાણી જોયું હતું. તે બહુ સુંદર હતું .ચૂટકી, શું ! તે ભગવાન તો નહીં હોયને? એ કોણ હતું ક્યાંથી આવ્યું? એ મને કાંઈ ખબર નથી પડતી .

અચાનક ટીટું કહે છે કે ચૂટકી સાંભળ જો મારી પાસે એનો ફોટો છે. કે ટીટું ચૂટકીને એનો ફોટો દેખાડે છે. ચૂટકી કહે છે, તો તું આ પ્રાણીની વાત કરતી હતી.આ તો હાથી છે.ટીટુંબોલે છે હાથી ? આ વળી હાથી કોણ છે? ભગવાન તો નથી ને? મારી પ્રાર્થના તો સાંભળશે ને?ચૂટકી કહે છે,” અરે ! અરે ! શાંત થઈ જા તને બધું જ કહું છું.”

પછી ચૂટકી  કહે છે,“ જો આ હાથી  છે, આપણા જેમ જ એક પ્રાણી છે. કોઈ ભગવાન નથી.તારે વળી કઈ પ્રાર્થના કરવી છે એને? ટીટું જરા શરમાઈ ને કહે છે,“મને તે બહુ ગમી ગયા છે. મારે તેની સાથે લગ્ન કરવા છે.”ચૂટકી  કહે છે,“શું તારે હાથી  જોડે લગ્ન કરવા છે?”તું  હોશમાં  છો ને ?તારું કદ જો અને પહેલા હાથીનું કદ જો.તો ટીટુંકહે છે,” તો તેમાં શું થઈ ગયું ?”

પછી થોડીક વાર ચૂટકી એ ટીટુંને સમજાવી પણ એકની બે ન થઈ પછી થોડીક વાર રહીને ટીટું ચુટકી ને કહે છે કે, “ચૂટકી, તું મને વિચારો આપને મારે કેવી રીતે હાથી જોડે વાત કરવી ? ચૂટકી  કહે છે,“અરે, હા, યાદ આવ્યું કે બધા હાથી તળાવમાં રોજે પાણી પીવા જાય છે ત્યાં મળી શકીએ.”

બીજા દિવસે જ્યારે હાથીઓ તળાવમાં પાણી પીવા જાય છે ત્યારે ટીટું અને ચૂટકી  બંને તળાવ તરફ જાય છે. જતાં જતાં રસ્તામાં ચૂટકીને કાંટો વાગે છે. તો તે ત્યાં જ રહી જાય છે અને ટીટું  ને કહે છે, “જા તું જઈને આવ, તો

ટીટુંતો કંઈ જ પણ વિચાર કર્યા વગર આગળ વધે છે. ત્યાં જઈને બહુ બૂમો પાડે છે. એ હાથી…..હાથી…..હાથી…પણ નાની કીડીની વાત હાથીને સંભળાય ખરી?  તે તો કંટાળીને પાછી આવે છે. પોતાનો પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો.તેથી તે દુઃખી હતી પછી તેને યાદ આવ્યું કે હવે એડ્રેસ ની જરૂર નથી હું તેને પત્ર લખી દઉ .

બીજા દિવસે ફરી લેટર લખ્યો અને લઈને ગઈ તો ફરી એ પ્રોબ્લેમ કારણકે, કીડી નો લેટર કીડી જેવડો જ હતો એ તો હાથીને દેખાયો પણ નહીં. ફરી આજે પોતાનો બીજો પ્રયત્ન નિષ્ફળ થવા માટે દુઃખી હતી. ત્યાં તો ફરી એક વિચાર આવ્યો કે, હું લેટરને પતંગ પર લખીને ઉડાવું તો તે હાથીને જરૂર દેખાશે .

બીજા દિવસે તેણે એવું કર્યું  કે આમાં તેણે હાથી જોડે પતંગ ઉડાવી.હાથીએ  જોઈ પણ ખરી પણ કીડીના અક્ષર કીડી કરતા પણ નાના એટલે હાથીને કાંઈ ખબર ના પડી.એમાંય હાથીને ચશ્મા હતા. તો ફરી એકવાર આજે પોતાનો ત્રીજો પ્રયત્ન નિષ્ફળ થયો એટલે વધારે દુઃખી થઈ ગઈ કે મારી જોડે જ કેમ આવું થાય છે. મહેનત કરવા છતાં કેમ ધાર્યું પરિણામ મને નથી મળતું.

પછી જ્યારે ચૂટકી સાજી થઈ ત્યારે તે ટીટુંના ઘરે ગઈ. તેને પૂછ્યું,“બોલટીટું, તું હાથીને મળી કે નહીં?” ટીટુંએ ઉદાસ મોં એ  જવાબ આપ્યો કે,“ક્યાંથી મળી? મારા ભાગ્યમાં જ નથી અને સારું કામ મારાથી થતું જ નથી.ચૂટકીએ  તેને આશ્વાસન આપતા કહ્યું,“અરે ! ના એવું નથી, જો તું  પ્રયત્ન તો કરે જ છે તો તને એક દિવસ સફળતા મળશે જ.

અચાનક જ એક પરી પ્રગટ થઈ અને તેણે ટીટુંને એવો અવાજ આપ્યો કે તે હાથીને સંભળાય. હજી બીજા દિવસે એ તળાવ પાસે હાથી જોડે વાત કરવા ગઈ પણ હાથીએ કહ્યું કે,“તારું કદ જો અને મારું કદ જો લગ્ન કેવી રીતે કરીશું?ટીટું ને દુઃખ તો થાય છે પણ તેને સમજાય છે.

  • વાર્તા નંબર : 60
  • વિદ્યાર્થીનું નામ: શ્રેયા હિતેશભાઈ ગોરૈયા
  • વિશેષ પુરસ્કાર
  • શાળાનું નામ: BAPSસ્વામિનારાયણ વિદ્યામંદિર – ગાંધીનગર

One Thought on “કીડી અને હાથીના લગ્ન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *