સમસ્ત ગુજરાત ના 22 જિલ્લાઓ માંથી અને મુંબઈ થી એમ થઇ ને લગભગ 100 થી પણ વધુ શાળાઓ માંથી પ્રાથમિક ચકાસણી બાદ 1375 (6 હિન્દી,2 અંગ્રેજી સાથે) વાર્તાઓ અમને મળી. લગભગ દરેક શાળાએ પ્રાથમિક સ્તરે સ્પર્ધા કરી selected વાર્તાઓ જ આ સ્પર્ધા માટે મોકલી છે. એટલે ખરેખર તો આ સ્પર્ધા ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ બાળકોની છે. આટલા વિશાળ ફલક પર બાળકો માટે વાર્તાલેખન ની સ્પર્ધા કદાચ પ્રથમ વાર યોજાઈ છે.

મૌલિક વિચારો, ભાષા સજ્જતા અને રજૂઆતના માપદંડો વાપરી મેં અને મારી ટીમે ૧૩૭૫ માંથી ૫૦ વાર્તાઓ shorlist કરી અને પછી ભાષા તજ્જ્ઞો શ્રી યશવંતભાઈ મહેતા અને શ્રીમતી શ્રદ્ધાબેન ત્રિવેદીએ ઈનામી વાર્તાઓ નકકી કરી.

આ વખતની બે મેઈન થીમ : બેટી બચાવો, બેટી ભણાવો અને સ્વચ્છતા માટે અંગ્રેજી માધ્યમની દસેક શાળાઓમાંથી પણ ગુજરાતીમાં વાર્તાઓ આવી. સારી શાળાઓએ આને એક પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કર્યો અને બાળકોને નવું લખવા પ્રેર્યા અને બાળકોએ સુંદર અક્ષરો, રંગીન ચિત્રો અને સ્ટીકરોથી સજાવેલી વાર્તાઓ મોકલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *