ગત વર્ષ ની જેમ સ્પર્ધાની વિગતો ગુજરાતભરમાં અનેક શાળાઓ સુધી E-Media ની મદદ થી પહોંચાડી. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીત મહેતાની ઓફિસમાંથી સુંદર સહકાર મળ્યો.અમારા મિત્ર અને વડોદરા ના ઉદ્યોગપતિ શ્રી અનિલ પટેલ એ સ્પર્ધા માટે આર્થિક સહયોગ આપ્યો.

હિમ્મત કરી હાસ્ય વાર્તા લેખન નો થોડો અઘરો વિષય રાખ્યો.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને પણ આ સ્પર્ધા માં સામેલ કર્યાં. જોકે તેમની પાસે થી વાર્તાઓ ઘણી ઓછી આવી. આ વર્ષે મળેલી વાર્તાઓ માંથી ઈનામી વાર્તાઓ શોધતા નિષ્ણાંતોને થોડી તકલીફ પડી હતી.
આ વખત ના 3 મુખ્ય વિષયો હતા: વડીલો સાથે ના સંવાદો,લગ્નના તોફાનો અને પંડિતો.
અંગ્રેજી માધ્યમની ઘણી શાળાઓમાંથી ગુજરાતીમાં વાર્તાઓ આવી. સારી શાળાઓએ આને એક પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કર્યો અને બાળકોને નવું લખવા પ્રેર્યા અને બાળકોએ સુંદર અક્ષરો, રંગીન ચિત્રો અને સ્ટીકરોથી સજાવેલી વાર્તાઓ મોકલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *