માતૃભાષા એટલે ?

માતૃભાષા એટલે ?
ભાષાઓ તો બધી જ સારી છે… અંગ્રેજી ભાષા દુનિયાની બારી છે તો માતૃભાષા પોતાની સંસ્કૃતિનો દરવાજો છે! આ જ વાત સમજાવતી એક ટીવી સિરીઅલની નાની ક્લિપ મૂકી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો  અને સૌ માટે આ  ક્લિપ જોવા જેવી છે.   

વિશ્વદર્શન

ગરબા-રાસ જોઈ અને દશેરાનો તહેવાર ઉજવી અમે સૌ આનંદમાં હતાં. દીકરો પાર્થ વહેલી સવારે ત્રણ વાગે દુબઈથી આવવાનો છે અને રાજેશ તેને લેવા એરપોર્ટ જવાના છે. રેશ્મા વહુ સુવાવડ માટે અહીં છે એટલે પાર્થની અમદાવાદની મુલાકાતો વધી છે, જે અમારે માટે આનંદનો વિષય છે…

પુણ્ય લક્ષ્મી

જર્જરિત થઈ ગયેલ જૂના પુરાણા મકાનના દરવાજાની નાનકડી તિરાડમાંથી જેમ વહેલી સવારનો તડકો  ઘરમાં પ્રવેશે તેમ મારા ઓરડામાં એ પ્રવેશી. હું પુસ્તક બંદ કરું  ત્યાં તો એ સામે ઊભી હતી. હું અવાક થઇ ગયો. મારી આંખમાં અપ્રતિમ દ્રષ્ટિ આવી હોય એવું લાગ્યું. આજથી સત્યાવીશ વર્ષ પહેલા જેમ એણે મારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. એમ આજે  એ જાણે ફરી ગૃહપ્રવેશ કરી રહી હોય એવી અનુભૂતિથી હું ભરાઈ ગયો. ફરક માત્ર એટલો જ છે કે  સત્યાવીશ વર્ષ પહેલા એ મારા ગામમાં,મારા વતનમાં જે  ઘટના ઘટી હતી તે આજે પરદેશની ભૂમિ પર !  કેટલાય પ્રશ્નો, કેટલીય ફરિયાદો એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી….