સતત ચોથા વર્ષે વા્તામેળો અભિયાનના ઉપક્રમે આપ સૌને મળતાં ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. ગુજરાત- મુંબઈ માંથી 1600 થી વધુ વાર્તાઓ આ વર્ષે અમને મળી છે. દરેક વર્ષે આપણે કંઈક નવું કરીએ છીએ. બીજા વર્ષે આપણે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાથે સામેલ કર્યા. ત્રીજા વર્ષે શિક્ષકોને આપણી ટીમ માં લીધા.આ વર્ષે આપણે 'સ્વચ્છતા' શબ્દને વાર્તાના પહેલા ફકરામાં વાપરવાની કેવીએટ રાખી હતી. 'સ્વચ્છતા' શબ્દને લીધે ઘણી વાર્તાઓ મળી જે ગ્રામ્ય વિસ્તારના બેકગ્રાઉન્ડમાં હતી અને સરપંચ, ખેતરો, ગાયભેંસ વગેરેની વાતોથી ભરપૂર હતી. નાના રમૂજી ટુચકા પરથી મોટી મૌલિક વાર્તા બનાવી હોય તેવી વાર્તાઓ પણ આ વખતે વિજેતાના લિસ્ટમાં છે. વિજ્ઞાન, રહસ્ય, અવકાશયાન જેવા સાંપ્રત વિષયો પર પણ વાર્તાઓ મળી છે. આ વર્ષે પણ અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી સરસ વાર્તાઓ આવી છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ વર્ષની વાર્તા-સ્પર્ધા ની વિજેતા વાર્તાઓ “વાર્તામેળો -૪” વધુ લોકભોગ્ય રીતે પબ્લિશ થાય તેવા પ્રયત્નો ના પરિણામ રૂપે આ સુંદર પુસ્તિકા “બુક શેલ્ફ” દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ વર્ષે સોશિયલ મીડિયાનો આપણને ઘણો સારો સહકાર મળ્યો છે. Humans of Ahmedabad માં આપણી સ્ટોરી કવર થઈ. ત્યારબાદ FM Radio તથા Instagram જેવા માધ્યમમાં પણ તે બહોળી રીતે કવર થઈ. ઇન્સ્ટાગ્રામ પર તો લગભગ ૪૦,૦૦૦થી વધારે લોકોએ આપણા અભિયાનને વધાવ્યું છે.

આ વર્ષે ઇનામ વિતરણ સમારોહ માં નીચેના તજ્જ્ઞો હાજર રહ્યા હતા:
શ્રીમતી સ્વાતિબેન સોપારકર : કાયદાના વિદ્વાન, ભાષા પર સારું પ્રભુત્વ ધરાવનાર અને વિદ્યાર્થીનીઓને માટે એક સારું રોલ મૉડલ પૂરું પાડનાર,
શ્રી હિમાંશુભાઈ કિકાણી : 'સાયબર સફર' મૅગેઝિન ના તંત્રી, ભારે ટેક્નોલોજીની વાત સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરનાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *