પાંચ વર્ષના અંતે વિદ્યાર્થીઓના લખાણનું સ્તર ઊંચું આવ્યું છે. શિક્ષકો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા છે જેનો અમને ઘણો આનંદ છે.

ભાષા નિષ્ણાંતોને ભય છે કે થોડાં વર્ષોમાં બાળકો હાથ વડે લખવાનું ભૂલી જશે અને એટલે આ વર્ષે આપણે બાળકો પાસે તેમના હસ્તાક્ષરમાં જ વાર્તાઓ મંગાવી હતી. બાળકો પાસે તેમના હસ્તાક્ષરમાં જ વાર્તાઓ મંગાવવાનું બીજું કારણ એ હતું કે "સૌથી મોટી હસ્તલિખિત વાર્તાની ચોપડી" તરીકે આપણે વિશ્વ રેકોર્ડ સર્જવાનો હતો. ર૦૦૦ વાર્તાઓ અને લગભગ ૧૨,૫૫૦ પાનાં સાથે આપણે રેકોર્ડ બનાવી શક્યા છીએ જેનો અમને ઘણો ઘણો આનંદ છે.

કોરોનાના વિક્ટ સમયમાં આ સ્પર્ધા ચાલુ રાખવી કે નહીં તેનો વિચાર કરવાનો અમને સમય જ મળ્યો નહીં. દિવાળીથી જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. એટલે અમે પણ અમારું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓ પાસેથી આપણને લગભગ ૫૫૦ અને શિક્ષકો પાસેથી ૧૨૫ વાર્તાઓ મળી છે. આ વર્ષે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંદુરસ્તી, સ્વાસ્થ્ય, કોરોના અને સ્વચ્છતાના વિષય પર તથા શહેરમાંથી પાછા ગામડાં તરફ પ્રયાણ કરતા કટુંબો/લોકો વિશેની વાર્તાઓ વધુ આવી છે.આયુર્વેદ, યોગ અને ક્સરત ઉપર પણ લેખ અને નિબંધો મળ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *