ગયા વર્ષ કરતાં આ વર્ષે વિદ્યાર્થીઓની વાર્તાઓ વધારે સંખ્યામાં આવી છે. 642 વાર્તાઓ આપણને મળી છે. શિક્ષકો તરફથી 86 વાર્તાઓ મળી છે. અમદાવાદની Zeber સ્કૂલ માંથી 50 વાર્તાઓ મળી છે. તેમણે એક નવો રેકોર્ડ કર્યો છે. ૧૮ શાાઓમાંથી ર૦થી વધુ વાર્તાઓ મળી છે. તે શાળાઓ સર્ટિફિકેટ ના હકદાર પણ બનેછે.

આ વખતે આપણે કોરોનાના સમયમાં કટુબમાં પરસ્પર પ્રેમ વધે એટલા માટે વડીલો અને દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળી વિદ્યાર્થીઓએ પોતાની ભાષામાં વાર્તા લખવાની હતી.એટલે વાર્તાઓમાં લોકવાર્તાઓ, રામાયણ, મહાભારત અને પંચતંત્રની વાર્તાઓ પણ આવી છે. શિક્ષકોએ ભારતીય સંસ્કૃતિ ના વારસાના માહિતી આપતા રસપ્રદ લેખો લખ્યા છે. વાર્તાઓમાં પણ સાંસ્‍કૃતિક વિવિધતા છે. સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુભગ મિલન પણ છે. વિદ્યાર્થીઓએ અવનવી રીતે શણગારીને વાર્તાઓ મોકલી છે. આ વખતે BAPS રાંદેસણ, શાળામાંથી એક ખૂબ જ નવીન પ્રકારની "કીડી અને હાથીના લગ્ન"ની કંકોત્રી મળી છે જેને આપણે એક વિશેષ પુરસ્કાર આપ્યો.

સાંપ્રત સંજોગોને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ઇનામ-વિતરણ સમારંભ આપણે ઓનલાઇન કર્યો હતો. ૩૦ વર્ષનો કોર્પોરેટ ક્ષેત્ર નો બહોળો અનુભવ ધરાવનાર શ્રીમતી બીનાબેન હાંડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં. તેઓ યુવાનો અને બાળકો સાથે ઘણું કામ કરી રહયાં છે. તેમણે વાર્તામેળો ની પ્રવૃત્તિઓને ખૂબ વખાણી હતી. શાળા અને કૉલેજ સ્તરે ભાષા-શિક્ષણના અનુભવી તથા આપણાં નિર્ણાયકોમાંના એક શ્રીમતી ગીનીબેન શાહે પણ હાજર રહી આશીર્વચન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *