સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા ના વિજેતાઓ
વાર્તામેળો: સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા ના વિજેતાઓ
વાર્તામેળો: સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા ના વિજેતાઓ
ગુજરાતી લોકો અને માતૃભાષા ગુજરાતી વિષે ઘણી ઘણી રસપ્રદ વાતો સાંભળો અને જુઓ આ વિડીઓમાં …….
માતૃભાષા એટલે ?
ભાષાઓ તો બધી જ સારી છે… અંગ્રેજી ભાષા દુનિયાની બારી છે તો માતૃભાષા પોતાની સંસ્કૃતિનો દરવાજો છે! આ જ વાત સમજાવતી એક ટીવી સિરીઅલની નાની ક્લિપ મૂકી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સૌ માટે આ ક્લિપ જોવા જેવી છે.
બહુ જ રસપ્રદ વીડિઓ છે…. વાલીઓ અને શિક્ષકો સહુને જોવો ગમે તેવો વીડિઓ આપણે માણીએ.
વીડિઓ અંગ્રેજી ભાષામાં છે પણ સમજાય તેવો છે…
દાંડિયા શાળામાં આઝાદી પર્વ ની ઉજવણી સુંદર રીતે થઈ હતી તેની એક ઝલક આપણે માણીએ ……
અમદાવાદની ગુલશન-એ-મહેર શાળામાં આઝાદી પર્વ ની ઉજવણી સુંદર રીતે થઈ હતી તેની એક ઝલક આપણે માણીએ ……
ગરબા-રાસ જોઈ અને દશેરાનો તહેવાર ઉજવી અમે સૌ આનંદમાં હતાં. દીકરો પાર્થ વહેલી સવારે ત્રણ વાગે દુબઈથી આવવાનો છે અને રાજેશ તેને લેવા એરપોર્ટ જવાના છે. રેશ્મા વહુ સુવાવડ માટે અહીં છે એટલે પાર્થની અમદાવાદની મુલાકાતો વધી છે, જે અમારે માટે આનંદનો વિષય છે…
જર્જરિત થઈ ગયેલ જૂના પુરાણા મકાનના દરવાજાની નાનકડી તિરાડમાંથી જેમ વહેલી સવારનો તડકો ઘરમાં પ્રવેશે તેમ મારા ઓરડામાં એ પ્રવેશી. હું પુસ્તક બંદ કરું ત્યાં તો એ સામે ઊભી હતી. હું અવાક થઇ ગયો. મારી આંખમાં અપ્રતિમ દ્રષ્ટિ આવી હોય એવું લાગ્યું. આજથી સત્યાવીશ વર્ષ પહેલા જેમ એણે મારા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. એમ આજે એ જાણે ફરી ગૃહપ્રવેશ કરી રહી હોય એવી અનુભૂતિથી હું ભરાઈ ગયો. ફરક માત્ર એટલો જ છે કે સત્યાવીશ વર્ષ પહેલા એ મારા ગામમાં,મારા વતનમાં જે ઘટના ઘટી હતી તે આજે પરદેશની ભૂમિ પર ! કેટલાય પ્રશ્નો, કેટલીય ફરિયાદો એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી….
એક હતી કીડી. એક વખત બહાર ફરતી હતી. એ સમયે કીડીએ જોયું કે એક મોટું જાડું પાડું સુંદર પ્રાણી પસાર થાય છે.કીડી વિચારવા લાગી કે આ કોણ છે, આટલું સુંદર જાડું પાડું? કીડીથી તો રહેવાયું જ નહીં તેણે પૂછ્યું પણ તેનો અવાજ સંભળાય જ નહીં. જેમ પ્રાણી નજીક આવ્યું કે ધરતી ધમ ધમ થવા લાગી. કીડી હીંચકા માં બેઠી હતી અને તે પડી ગઈ.કીડી ફટાફટ ઘરમાં ગઈ અને અંદર જઈને કશુંક શોધવા લાગી, પણ મળ્યું નહીં. પછી કીડી પાછી આવી અને સ્માર્ટફોનમાં એ પ્રાણીનો ફોટો પાડી લીધો. પછી ટીટું કીડી વિચારવા લાગી કે આ છે કોણ? બે-ત્રણ દિવસ વિચાર્યું પણ તેને ખબર ના પડી…
ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક સુંદર મજાનું ગામ હતું ગામનું નામ માધવપુર હતું. ગામમાં ખૂબ હરિયાળી હતી ઊંચા ઊંચા અને લીલાછમ ઝાડ હતા. ગામના લોકો હળીમળીને રહેતાં અને ગામને પણ ખૂબ સ્વચ્છ અને સાફ રાખતાં.
ગામમાં એક છોકરો રહેતો હતો છોકરાનું નામ કેશવ. કેશવની ઉંમર 12 વર્ષ કેશવ ભોળો અને સરળ સ્વભાવનો હતો. આ બાળકને એક જ વાતનું દુઃખ નામ તેનું હતું કેશવ પણ કેશનો જ અભાવ ! માથે ફક્ત એક જ વાળ ! માતા-પિતાએ ઘરગથ્થુ ઘણાં પ્રયત્નો કર્યા. જડીબુટ્ટીઓ અને જાતજાતનાં તેલનો પણ ઉપયોગ કર્યો પરંતુ કેશવના વાળ ઉગાડવામાં સફળતા ન મળી.
લોકડાઉનના સમયમાં શાળાઓ બંધ હતી. ગણિતનો ઓનલાઈન ક્લાસ પૂરો કરીને દિશા ફેસબૂક જોવા લાગી. ખરેખર તો ઓનલાઈન ક્લાસના બહાને દિશા આખો દિવસ સોશિયલ મીડિયામાં જ વ્યસ્ત રહેતી હતી. દિશા સોશિયલ મીડિયામાં મશગૂલ હતી ત્યાં જ પ્રીતનો ફોન આવ્યો. “હેલ્લો દિશા, તું અત્યારે શું કરે છે ?”…